ભારતીય શેરબજારમાં ફરી એક ઈન્વેસ્ટમેન્ટની ત્સુનામી આવવા જઈ રહી છે. રીલાયન્સ ગ્રૂપની ડિજિટલ કંપની એટલે કે “Jio Platforms” હવે 2026 માં પોતાનો મેગા IPO લાવવાની તૈયારીમાં છે. આ IPO ભારતના ઇતિહાસનો સૌથી મોટો IPO પણ બની શકે છે.

Highlights – Jio Platforms IPO 2026
Jio Platforms નો આઇપીઓ લગભગ Offer For Sale મોડલ પર આધારિત રહી શકે છે. એટલે કંપની નવા શેર બહાર નહિ પડે, પરંતુ હાલના રોકાણકારોને તેમના શેર વેચશે.
આ IPO દ્વારા કંપની આશરે $4 બિલિયન (એટલે કે લગભગ રૂ. 30,000 કરોડ) જેટલું ફંડ એકત્રિત કરશે.
Jio Platforms Mega IPO DRHP
સૂત્રોના જણાવ્યા અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જિયો પ્લેટફોર્મ્સ માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. ફાઇલ આ મહિનાના અંત સુધીમાં SEBI સમક્ષ રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે.
Jio Platforms IPO Valuation
આ IPOની વેલ્યુએશન ભારતીય શેરબજારમાં $100 બિલિયનથી $180 બિલિયન વચ્ચે રહી શકે છે, જો આવું થાય તો આ IPO ભારતના સૌથી મોટા IPO ની લીસ્ટમાં આ કંપનીના IPOનું નામ જરૂરથી હશે.
રોઇટર્સના રિપોર્ટ પ્રમાણે, રિલાયન્સ જિયોએ ૧૩ મુખ્ય વિદેશી રોકાણકારો સાથે ચર્ચા કરી છે. આ વિદેશી સંસ્થાઓ જિયોમાં તેમના હાલના હોલ્ડિંગના આશરે ૮%નું વેચાણ કરશે. આ રોકાણકારોમાં, Meta (જે ૯.૯૯% હિસ્સો ધરાવે છે) અને Google (૭.૭૩% હિસ્સો ધરાવે છે) સૌથી મોટા કંપનીઓ છે. આ ઉપરાંત, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ, KKR અને ગલ્ફ ક્ષેત્રના ત્રણ સોવરિન વેલ્થ ફંડ્સ – પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ (PIF), Mubadala અને અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ADAI) – નો પણ આ યાદીમાં સમાવેશ થાય છે.
