Iran War Impact on Stock Market: ઈરાન યુધ્ધના કારણે આ સેક્ટર પર પડ્યો મોટો ઝટકો

ઈરાન-ઇઝરાયેલ અને અમેરિકાના યુદ્ધ વચ્ચે ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં એક સારો એવો ઘટાડો જોવા મળ્યો છે, ખાસ કરીને PSU બેન્કિંગ સેક્ટરની વાત કરીએ તો, ઈરાન યુદ્ધની સીધી અસર આ સેક્ટર ઉપર જોવા મળી છે.

27 માર્ચના રોજ માર્કેટ દરમિયાન Nifty PSU Bank Index 3% સુધી તૂટ્યો હતો અને બધા શેર ઘટાડા સાથે બંધ થયા હતા. આ દિવસ દરમિયાન Bank of Baroda, કેનેરા બેંક, ઇન્ડિયન બેંક, બેંક ઓફ ઇન્ડિયા અને યુકો બેંક જેવા શેર ૩% થી ૪.૫% જેવા તૂટ્યા હતા.

PSU Bank Index માં સતત ઘટાડો

  • માર્ચ મહિનામાં PSU બેન્ક ઇન્ડેક્સ સતત નબળાઈ દર્શાવી રહ્યો છે. છેલ્લા 14 ટ્રેડિંગ દિવસોમાંથી 7 દિવસ ઇન્ડેક્સમાં ઘટાડો નોંધાયો છે.
  • પરિણામે, ઇન્ડેક્સ હવે લગભગ સાડા પાંચ વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે, જે સપ્ટેમ્બર 2020 પછીનો સૌથી મોટો માસિક ઘટાડો ગણાય છે.

PSU Bank સેક્ટરનું રિટર્ન

બેન્ક/ ઇન્ડેક્સ1 મહિનાનું રિટર્ન1 વર્ષનું રિટર્ન
નિફ્ટી 50-8.59%-0.77%
નિફ્ટી PSU બેન્ક-13.15%+39.69%
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)-12.15%+39.08%
પંજાબ નેશનલ બેંક (PNB)-15.51%+18.72%
બેંક ઓફ બરોડા (BOB)-15.83%+23.94%
કેનરા બેંક-14.02%+56.58%

PSU બેંક સેક્ટર તૂટવાના કારણો

1) સરકારના બોન્ડ (Bond) પર મળતો વ્યાજ દર (Yield) ઝડપથી વધી રહ્યો છે, જે આ ઘટાડાનો કારણ હોય શકે છે. ભારતના 10 વર્ષના બોન્ડનો યીલ્ડ લગભગ 7% સુધી પહોંચી ગયો છે, જેના કારણે રોકાણકારોમાં ચિંતા વધતી જાય છે. બીજી તરફ, મધ્ય પૂર્વમાં તણાવ વધતા કાચા તેલ (Crude Oil)ના ભાવ પણ વધી રહ્યા છે, જે લગભગ $105 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે. તેલના ભાવ વધવાથી મોંઘવારી વધવાની શક્યતા છે. આ બધાના કારણે બોન્ડ યીલ્ડમાં વધારો થઈ રહ્યો છે અને તેની અસર માર્કેટ પર પડી રહી છે.

2) PSU બેંક સેક્ટરમાં સતત સેલિંગ જોવા મળી રહ્યું છે, જેના કારણે આ સેક્ટર હવે ટેક્નિકલ ચાર્ટ પર “Correction” ફેઝમાં ગયો છે. 26 ફેબ્રુઆરી, 2026ના રોજ PSU બેંક ઇન્ડેક્સ 9,918ના ઉચ્ચ સ્તર પર હતો. ત્યાંથી અત્યાર સુધીમાં લગભગ 16.5% જેટલો ઘટાડો થયો છે.

આ ઘટાડો એ બતાવે છે કે:

  • રોકાણકારોનો વિશ્વાસ થોડો કમજોર થયો છે.
  • માર્કેટમાં અનિશ્ચિતતા વધી રહી છે.

રોકાણકરો ખાસ ધ્યાન આપજો….ઘણા દેશો વચ્ચે હાલમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે એ અત્યંત દુઃખદ છે, પણ હકીકત એ છે કે આ માહોલમા શેરબજાર તૂટતું હોય છે પણ આ જ સુનહેરી તક છે રોકાણ કરવા માટે, કારણ કે યુદ્ધ તો ટૂંકગાળા માટે હોઈ છે…

તમે પણ શેર માર્કેટમાં રોકાણ કરો છો, તો અત્યારે જ આપણી સાથે જોડાઈ જાજો: આપણા ફ્રી ગ્રૂપમાં જોડાવા અહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

સ્ટોક માર્કેટના FREE ગ્રુપમાં અહીંથી જોડાવ!
WhatsApp
સ્ટોક માર્કેટના FREE ગ્રુપમાં અહીંથી જોડાવ!
WhatsApp
Scroll to Top