ઈરાન-ઇઝરાયેલ અને અમેરિકાના યુદ્ધ વચ્ચે ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં એક સારો એવો ઘટાડો જોવા મળ્યો છે, ખાસ કરીને PSU બેન્કિંગ સેક્ટરની વાત કરીએ તો, ઈરાન યુદ્ધની સીધી અસર આ સેક્ટર ઉપર જોવા મળી છે.
27 માર્ચના રોજ માર્કેટ દરમિયાન Nifty PSU Bank Index 3% સુધી તૂટ્યો હતો અને બધા શેર ઘટાડા સાથે બંધ થયા હતા. આ દિવસ દરમિયાન Bank of Baroda, કેનેરા બેંક, ઇન્ડિયન બેંક, બેંક ઓફ ઇન્ડિયા અને યુકો બેંક જેવા શેર ૩% થી ૪.૫% જેવા તૂટ્યા હતા.

PSU Bank Index માં સતત ઘટાડો
- માર્ચ મહિનામાં PSU બેન્ક ઇન્ડેક્સ સતત નબળાઈ દર્શાવી રહ્યો છે. છેલ્લા 14 ટ્રેડિંગ દિવસોમાંથી 7 દિવસ ઇન્ડેક્સમાં ઘટાડો નોંધાયો છે.
- પરિણામે, ઇન્ડેક્સ હવે લગભગ સાડા પાંચ વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે, જે સપ્ટેમ્બર 2020 પછીનો સૌથી મોટો માસિક ઘટાડો ગણાય છે.
PSU Bank સેક્ટરનું રિટર્ન
| બેન્ક/ ઇન્ડેક્સ | 1 મહિનાનું રિટર્ન | 1 વર્ષનું રિટર્ન |
| નિફ્ટી 50 | -8.59% | -0.77% |
| નિફ્ટી PSU બેન્ક | -13.15% | +39.69% |
| સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) | -12.15% | +39.08% |
| પંજાબ નેશનલ બેંક (PNB) | -15.51% | +18.72% |
| બેંક ઓફ બરોડા (BOB) | -15.83% | +23.94% |
| કેનરા બેંક | -14.02% | +56.58% |
PSU બેંક સેક્ટર તૂટવાના કારણો
1) સરકારના બોન્ડ (Bond) પર મળતો વ્યાજ દર (Yield) ઝડપથી વધી રહ્યો છે, જે આ ઘટાડાનો કારણ હોય શકે છે. ભારતના 10 વર્ષના બોન્ડનો યીલ્ડ લગભગ 7% સુધી પહોંચી ગયો છે, જેના કારણે રોકાણકારોમાં ચિંતા વધતી જાય છે. બીજી તરફ, મધ્ય પૂર્વમાં તણાવ વધતા કાચા તેલ (Crude Oil)ના ભાવ પણ વધી રહ્યા છે, જે લગભગ $105 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે. તેલના ભાવ વધવાથી મોંઘવારી વધવાની શક્યતા છે. આ બધાના કારણે બોન્ડ યીલ્ડમાં વધારો થઈ રહ્યો છે અને તેની અસર માર્કેટ પર પડી રહી છે.
2) PSU બેંક સેક્ટરમાં સતત સેલિંગ જોવા મળી રહ્યું છે, જેના કારણે આ સેક્ટર હવે ટેક્નિકલ ચાર્ટ પર “Correction” ફેઝમાં ગયો છે. 26 ફેબ્રુઆરી, 2026ના રોજ PSU બેંક ઇન્ડેક્સ 9,918ના ઉચ્ચ સ્તર પર હતો. ત્યાંથી અત્યાર સુધીમાં લગભગ 16.5% જેટલો ઘટાડો થયો છે.
આ ઘટાડો એ બતાવે છે કે:
- રોકાણકારોનો વિશ્વાસ થોડો કમજોર થયો છે.
- માર્કેટમાં અનિશ્ચિતતા વધી રહી છે.
રોકાણકરો ખાસ ધ્યાન આપજો….ઘણા દેશો વચ્ચે હાલમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે એ અત્યંત દુઃખદ છે, પણ હકીકત એ છે કે આ માહોલમા શેરબજાર તૂટતું હોય છે પણ આ જ સુનહેરી તક છે રોકાણ કરવા માટે, કારણ કે યુદ્ધ તો ટૂંકગાળા માટે હોઈ છે…
તમે પણ શેર માર્કેટમાં રોકાણ કરો છો, તો અત્યારે જ આપણી સાથે જોડાઈ જાજો: આપણા ફ્રી ગ્રૂપમાં જોડાવા અહી ક્લિક કરો
