ભારતીય શેરબજારમાં ફરી એકવાર મહત્વપૂર્ણ બદલાવ જોવા મળ્યો છે. National Stock Exchange of India (NSE) દ્વારા માર્ચ 2025 માટે Nifty Index Rejig જાહેર કરવામાં આવ્યો છે, આ પગલાથી ઘણા મોટા સ્ટોકમાં Inflow અને Outflow જોવા મળશે.
આ ફેરફાર 27 માર્ચથી લાગુ કરવામાં આવ્યા છે અને 30 માર્ચથી તેની અસર માર્કેટ પર દેખાશે. ચાલો તો જાણીએ, કે આ બદલાવ શું છે અને Nifty Rejig કોને કહેવામા આવે છે?

Nifty Rejig એટલે શું?
નેશનલ સ્ટોક એક્સચેંજ, એટલે કે NSE દર 6 માહિનામાં પોતાના ઇંડેક્સમાં ફેરફાર કરે છે, જેને Index Rebalancing એટલે કે Rejig કહેવામા આવે છે. આમાં નબળી કંપનીઓને બહાર કાઢીને નવી, વધુ મજબૂત અને વધુ લિક્વિડિટી ધરાવતી કંપનીઓને સામેલ કરવામાં આવે છે, જે સામાન્ય રીતે દર 6 મહિને (માર્ચ અને સપ્ટેમ્બર) થાય છે.
- આ પ્રક્રિયામાં ETF/ Index Funds તેમના પોર્ટફોલિયોમાં ફેરફાર કરે છે.
Nifty 50 શું બદલાયું?
માર્ચ 2026 ની સમીક્ષાના ભાગ રૂપે નિફ્ટી 50 માં કોઈ સમાવેશ અથવા બાકાત નથી. એટલે કે આ વખતે નવી કંપની ઉમેરાઈ નથી, પરંતુ કેટલાક સ્ટોક્સના Weight વધ્યા છે.
Top Gainers (Weight Increase)
- Bharti Airtel: આશરે $246 Million જેટલું Inflow આવી શકે છે
- Bajaj Finance
- Bajaj Finserve
Bajaj Finance અને Bajaj Finserve માં લગભગ $2 મિલિયન જેટલું ઈન્વેસ્ટમેન્ટ આવવાની શક્યતા છે.
ક્યાં સ્ટોક્સમાં Outflows જોવા મળી શકે છે?
- HDFC Bank માં લગભગ $29 Million જેટલો Outflow
- Reliance Industries માં લગભગ $25 મિલિયન Outflow
- ICICI Bank માં લગભગ $21 મિલિયન જેટલો Outflow જોવા મળી શકે છે.
આ સિવાય L&T, Infosys, અને State Bank of India માં પણ Outflow જોવા મળી શકે છે.
Bank Nifty માં શું અસર પડશે?
બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં 10 શેરના વેઇટેજમાં વધારો થશે, તેમાં Yes Bank, Union Bank of India, Federal Bank, કેનેરા બેંક, Kotak Mahindra Bank, Bank of Baroda, IndusInd Bank, IDFC First Bank, AU Small Finance Bank અને Punjab National Bank નો સમાવેશ થાય છે. કુલ મળીને લગભગ $154 Million Inflow બેંકિંગ સેકટરમાં આવી શકે.
ICICI Bank, State Bank of India, HDFC Bank અને Axis Bank ના વેઇટેજમાં ઘટાડો થશે. ICICI બેંકને લગભગ $111 Million આઉટફ્લોનો સામનો કરવો પડી શકે છે, જ્યારે SBI અને HDFC Bank ને લગભગ $21 Million આઉટફ્લોનો સામનો કરવો પડી શકે છે. જ્યારે, એક્સિસ બેંકને લગભગ $1 Million નજીવો આઉટફ્લો જોવા મળી શકે છે.
Nifty Next 50: કોની એન્ટ્રી અને કોણ એક્સિટ થશે?
Nifty Next 50 નવા સ્ટોકની લિસ્ટ
- આ વખતે Tata Motors, Cummins India, HDFC Asset Management Company, Muthoot Finance, Union Bank of India અને Tata Capital ની એન્ટ્રી થશે. તેમાં, Tata Motors માં સૌથી વધુ $171 Million Inflow આવવાની શક્યતા છે. ત્યારબાદ Cummins India $123 Million, HDFC AMC $94 Million, Muthoot Finance $67 Million, Union Bank $66 Million અને Tata Capital $28 Million Inflow આવવાની શક્યતા છે.
બહાર ગયેલા સ્ટોકનું લિસ્ટ
- ઇન્ડેક્સમાંથી બહાર નીકળનારા શેરોમાં ICICI Lombard, Info Edge India, Havells, JSW Energy, LIC અને Bajaj Housing Finance નો સમાવેશ થાય છે.
રોકાણકરો ખાસ ધ્યાન આપજો….ઘણા દેશો વચ્ચે હાલમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે એ અત્યંત દુઃખદ છે, પણ હકીકત એ છે કે આ માહોલમા શેરબજાર તૂટતું હોય છે પણ આ જ સુનહેરી તક છે રોકાણ કરવા માટે, કારણ કે યુદ્ધ તો ટૂંકગાળા માટે હોઈ છે…
તમે પણ શેર માર્કેટમાં રોકાણ કરો છો, તો અત્યારે જ આપણી સાથે જોડાઈ જાજો: આપણા ફ્રી ગ્રૂપમાં જોડાવા અહી ક્લિક કરો
